• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

બર્ડ ફલૂની પ્રથમ સ્વદેશી રસી શોધાઇ

ભોપાલ, તા. 18 : મરઘાં અને પોલ્ટ્રી ઉદ્યોગને ખતરનાક એચફાઇવએનવન બર્ડ ફ્લૂ વાયરસથી બચાવવા માટે, ભોપાલના વૈજ્ઞાનિકોએ દેશની પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઇસીએઆર) હેઠળની `નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝિસ'એ આ રસી ખાસ કરીને વાયરસના `2.3.2.1એ' ક્લેડ (પ્રકાર) સામે રક્ષણ મેળવવા માટે તૈયાર કરી છે. આ રસીનો એક ડોઝ મરઘાંને છ મહિના સુધી સુરક્ષા પૂરી પાડશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજાસિંહ ચૌહાણ 20 નવેમ્બરે ભોપાલમાં આવેલી આ સંસ્થાનાં પરિસરમાં આ રસીનું લોકાર્પણ કરશે. આ એક નિક્રિય વાયરસ ધરાવતી રસી છે. તેના પરીક્ષણોમાં ઈંડા આપતી મરઘીઓ (લેયર્સ) અને પ્રજનન માટે ઉછેરવામાં આવતી મરઘીઓ (બ્રીડર્સ) બંનેમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યાં છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પોલ્ટ્રી ફાર્મમાં આ પ્રકારની મરઘીઓને રસી આપવાનો છે. ભારતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ 2006માં નોંધાયો હતો, ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં આવી 500થી વધુ ઘટના સામે આવી છે. માત્ર શરૂઆતના રોગચાળા દરમિયાન જ પોલ્ટ્રી ઉદ્યોગને અંદાજે રૂા. 2,200થી રૂા. 3,000 કરોડનું નુકસાન થયું હતું. એચફાઇવએનવન વાયરસ મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd