• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

મિરજાપરમાં રહેણાક મકાનમાંથી રૂા. 13 હજારની રોકડની ચોરી

ગાંધીધામ, તા. 18 : ભુજ તાલુકાના મિરજાપરમાં રોકડ  રકમની ચોરી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ  આ બનાવ ગત તા. 17ના  સવારે 7.30થી 8.30 વાગ્યાના અરસામાં બન્યો હતો.  ફરિયાદી  જશાભાઈ  મંગલભાઈ રબારી  કબાટમાં રાખેલા રોકડા રૂા. 13,000  લેવા ગયા તો જણાયા ન હતા. આ મામલે તેમણે પાયલબેન લગધીરભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd