શારજાહ, તા. 18 : અફઘાનિસ્તા
સામેની બીજી ટેસ્ટમાં ઝિમ્બાબ્વેનો રસાકસી પછી મેચની અંતિમ ક્ષણોમાં રોચક વિજય થયો
હતો અને 1-0થી
શ્રેણી કબજે કરી હતી. આ મેચના બીજા દાવમાં 8મા ક્રમના અફઘાન ખેલાડી નસીર
ખાન મારૂફખિલે 242 દડામાં
101 રનની
લડાયક ઈનિંગ રમી હતી. 20 વર્ષીય નસીર ખાન ડાબોડી સ્પિનર અને બેટર છે. તેણે
બોલથી પણ કમાલનો દેખાવ કર્યો હતો અને પહેલા દાવમાં 7 અને બીજા દાવમાં 2 વિકેટ
લીધી હતી. ખાસ વાત એ રહી કે નસીર ખાનની એ ડેબ્યૂ ટેસ્ટ મેચ હતી. આ સાથે નસીર ખાને વિશેષ
વિક્રમ રચ્યો છે. 1પ0 સાલના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં
ફાઇવ વિકેટ હોલ અને સેન્યૂરી કરનારો તે વિશ્વનો ફકત બીજો ક્રિકેટર બન્યો છે. આ સૂચિમાં
અન્ય એક માત્ર નામ ન્યુઝીલેન્ડના બ્રુસ ટેલરનું છે. તેણે 196પમાં
ભારત વિરુદ્ધ કોલકતા ટેસ્ટમાં પદાર્પણ સાથે પહેલા દાવમાં 10પ
રન કર્યા અને પ વિકેટ લીધી હતી. નસીર ખાનના રેકોર્ડ સાથે અફઘાનિસ્તાનનો ઝિમ્બાબ્વે
સામે પરાજય થયો હતો.