મુંબઈ, તા. 18 : આઇપીએલની
ત્રણ વખતની ચેમ્પિયન ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના માલિકી હકમાં ફેરફાર થવાના
હેવાલ છે. ફ્રેંચાઇઝીના સહ-માલિક અને અભિનેત્રી જૂહી ચાવલાના પતિ જય મહેતા પોતાની હિસ્સેદારીનો
અરધો હિસ્સો વેચવા માટે તૈયાર છે. તે કેકેઆરમાં પોતાની 4પ
ટકા હિસ્સેદારીમાંથી 22.પ ટકા હિસ્સો અમેરિકી દિગ્ગજ રોકાણ કંપની એરેસ
મેનજમેન્ટને વેચવા માટે વાટાઘાટ કરી રહ્યાના હેવાલ સામે આવ્યા છે. આ કંપની પાસે ઇંગ્લિશ
પ્રીમિયર લીગમાં ચેલ્સી અને અને એનએફએલ ટીમ મિયામી ડોલ્ફિન્સના માલિકી હક છે. કેકેઆરની
હાલમાં 16,634 કરોડ
રૂપિયા કિંમત આંકવામાં આવી હતી. જય મહેતા અને એરેસ મેનેજમેન્ટ કંપની વચ્ચે લગભગ 3730 કરોડ
રૂા.નો સોદો થઈ શકે છે. આ સોદા પછી જય મહેતાની હિસ્સેદારી 4પ
ટકામાંથી ઘટી 22.પ
ટકા રહેશે જ્યારે શાહરૂખ ખાનની પપ ટકા હિસ્સેદારી યથાવત્ રહેશે. જો આ સોદાને બીસીસીઆઇને
મંજૂરી મળશે તો બોર્ડને 200 કરોડનો ફાયદો થશે.