ભુજ, તા. 18 : તાલુકાના
બળદિયા ગામમાં રહેનાર એક કિશોરીને લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરનારા શખ્સ સામે પોલીસ
મથકે ગુનો દર્જ થયો હતો. બળદિયા ગામમાં રહેનાર એક કિશોરી ગત તા. 16-11ના
પોતાના ઘરે સૂતી હતી ત્યારે આરોપી અરવિંદ ખમુ કોળી (રહે. કેરા) નામનો શખ્સ ત્યાં આવી
આ કિશોરીને લઇ ગયો હતો. બાદમાં આ શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સે અગાઉ
પણ કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ આરોપી સામે માનકૂવા પોલીસે ગુનો નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.