• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

દેશની રક્ષા કરનાર આર્મી જવાન જ રેલવેમાં સુરક્ષિત નહીં

ગાંધીધામ આવતી ટ્રેનમાં આર્મી જવાનની બેગની ચોરી

ગાંધીધામ, તા. 18 : દેશની સરહદો પર દુશ્મનો સામે છાતી ફાડીને રક્ષા કરનાર આર્મી જવાન જ પોતાના દેશમાં ટ્રેનની મુસાફરી દરમ્યાન અસુરક્ષિત બન્યા હોવાનો આઘાતજનક બનાવ બહાર આવ્યો છે. ગુડગાંવથી રજા લઇને માદરેવતન આવતા આર્મીમેનના આખા થેલાની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. ભદ્રેશ્વરના વતની અને ગુડગાંવ ખાતે આર્મીમાં ફરજ બજાવતા ભાવેશ પ્રેમજી ખટાણા ગત તા. 16/11ના બરેલી-ભુજ ટ્રેનમાં કોચ એ-1ની સીટ નંબર 26 ઉપર ગાંધીધામ સુધીનું રિઝર્વેશન કરાવીને વતન પરત આવી રહ્યા હતા. દરમ્યાન તા. 17/11ના આ ટ્રેન ચિત્રોડ નજીક સવારે પહોંચતાં આ ફરિયાદી આર્મીમેન પોતાની સીટ ઉપર ટ્રોલી બેગ મૂકીને બ્રશ તથા બાથરૂમ કરવા ગયા હતા. અડધા કલાકમાં પરત આવતાં તેમની સીટ ઉપર રાખેલી ટ્રોલી બેગ ગાયબ જણાઇ હતી, જેથી તેમણે આસપાસ તપાસ કરતાં ક્યાંય આ બેગ મળી નહોતી. આ બેગમાં 2011માં જારી કરાયેલ આર્મીનું ઓળખપત્ર, મોબાઇલ કિંમત રૂા. 30,000, બે જોડી કપડાં વગેરે સામાન હતો જે તસ્કરો લઇ ગયા હતા. ટ્રેનોમાં સતત વધતા જતા ચોરીના બનાવો અને અસામાજિક તત્ત્વોના ત્રાસ સામે રેલવે પોલીસ અંકુશ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઇ રહી છે. એક સૈનિક જ પોતાની મુસાફરી દરમ્યાન આવા બનાવનો ભોગ બને તે રેલવે સુરક્ષા પર મોટા તમાચા સમાન હોવાનું ગણાય છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd