• શુક્રવાર, 28 માર્ચ, 2025

મોરેશિયસમાં મિની હિન્દુસ્તાન : મોદી

પોર્ટ લુઈસ, તા .11 : વડાપ્રધાન મોદીને મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઈન્ડિયન ઓશનથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન મેળનાર તેઓ પહેલા ભારતીય છે. મોરેશિયસ ખાતે ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહયું કે ભારત અને મોરેશિયસનો ઈતિહાસ સંયુક્ત છે. બંન્નેના સંબંધ ખુબ મજબૂત છે. મોરેશિયસમાં મિનિ હિન્દુસ્તાન વસે છે. મોરેશિયસ સૌને સાથે રાખીને આગળ વધ્યું છે. ભારત માટે મોરેશિયસ ઘણું  મહત્ત્વ ધરાવે છે. કલાઈટમેટ ચેન્જ અંગે મોરેશિયસની વાત સાંભળવામાં આવે. ભારતની ઘણી ફિલ્મો અહીં શૂટ થઈ છે. મોરેશિયસ અલગ અલગ સંસ્કૃતિનો બગીચો છે. આપણે ભવિષ્યની સંભાવનાઓ સાથે જોડાયેલા છીએ. અમે ગિરમિટિયા સમુદાયના આંકડા મેળવી રહ્યા છીએ. ગિરમિટિયા કોન્ફરન્સનું આયોજન કરીશું. વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને કહ્યું કે, હું તમારા માટે સંગમનું જળ લઈને આવ્યો છું. આજે મોરેશિયસમાં મા ના નામનું એક વક્ષ વાવ્યું છે. મોરેશિયસના લોકો વૃક્ષારોપણ અભિયાન સાથે જોડાય. અમે ધરતીને મા માનીએ છીએ. ભારતનું દરેક પગલું મોરેશિયસની સાથે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd