તેલઅવીવ, તા. 11 : હમાસ
અને હિઝબુલ્લાહ એમ બંને મોરચે આતંકવાદીઓ સામે યુદ્ધ લડી રહેલા ઈઝરાયલના ઉત્તરી શહેરો
પર સોમવારે લેબનાનના આતંકીઓએ 165થી વધુ મિસાઈલ-ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ ભીષણ હુમલો
એવા સમયે થયો છે, જ્યારે ઈઝરાયલના વિદેશમંત્રીએ લેબનાન સાથે યુદ્ધવિરામની દિશામાં પ્રગતિ
થઈ છે. આ હુમલામાં કેટલીક મિસાઈલ રોકવામાં ઈઝરાયલની રક્ષા પ્રણાલી અને આયરન ડોમ પણ
વિફળ રહ્યા હતા. હિઝબુલ્લાહના હવાઈ હુમલામાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ હતી અને વાહનો તબાહ
થયા હતા, બાળક સહિત સાત લોકો ઘાયલ થયા હતા. એક મીડિયા હેવાલ મુજબ, હિઝબુલ્લાહે ઈઝરાયલના
હાઈફા શહેરમાં 90 મિસાઈલ છોડી હતી, તો ગૈલિલીમાં 50 મિસાઈલ વડે હુમલો કરાયો હતો. આઈડીએફે
જારી કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે, લેબનાન દ્વારા 165થી વધુ મિસાઈલ અને ડ્રોન
હુમલામાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ હતી, તો કેટલાક ભીડવાળા વિસ્તારોમાં મિસાઈલ પડવાથી
નાગરિકોમાં હડકંપ મચ્યો હતો.