• રવિવાર, 16 જૂન, 2024

યુપીમાં રાહુલની સભામાં ધમાલ

પ્રયાગરાજ, તા. 19 : અહીં ઈન્ડિયા ગઠબંધનની એક જાહેર સભામાં ભારે ધમાલ મચી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સભા દરમ્યાન બેકાબૂ ભીડે આડશો તોડી નાખી અને હંગામો કર્યો હતો, જેને લીધે રાહુલ અને અખિલેશે ભાષણ આપ્યા વિના ત્યાંથી જતા રહેવું પડયું હતું. ઘટનાક્રમમાં અમુક જણને સામાન્ય ઈજાઓ થઈ હતી તો મીડિયા કર્મચારીઓના કેમેરા સ્ટેન્ડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. ફૂલપુર લોકસભા બેઠક માટે પડિલા મહાદેવ ફાફામઉ ખાતે આયોજિત સભામાં રાહુલ અને અખિલેશનાં આગમન સમયે કાર્યકરો બેકાબૂ બની ગયા હતા અને સંખ્યાબંધ કાર્યકરો રાહુલ અને અખિલેશને મળવા માટે  નેતાઓના મંચ સુધી પહોંચી ગયા હતા. કાર્યકરોને અટકાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો ભીડ બેકાબૂ બની ગઈ હતી. ધમાલને પગલે રાહુલ અને અખિલેશ પ્રવચન કર્યા વિના સભાના સ્થળેથી જતા રહ્યા હતા. કાર્યકરોની ધમાલને પગલે અમુક જણને સામાન્ય ઈજાઓ થઈ હોવાના અહેવાલ છે. સપાના વિધાનપરિષદ સભ્ય માનસિંહ યાદવે દાવો કર્યો હતો કે અમરનાથ મૌર્યના સમર્થનમાં આયોજિત સભા માટે ભાજપે પોલીસ કે દળોની કોઈ વ્યવસ્થા ગોઠવવા દીધી નહોતી જેને લીધે પરિસ્થિત પર કાબૂ મેળવી શકાયો નહોતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang