ગાંધીધામ, તા. 13 : ગાંધીધામમાં ટ્રાફિકથી ધમધમતા
ટાગોર રોડ ઉપર એસ.ટી.ની વોલ્વો બસ હડફેટે વધુ
એક યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાનો બનાવ બન્યો હતો. ગત મહિને બનેલા બનાવ
મામલે 10 દિવસ
બાદ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત
તા. 31ના
સવારે 8.30 વાગ્યાના
અરસામાં ઈફ્કોની સામે બન્યો હતો. ભોગ બનાર યુવાન હિતાંશુ અમીતભાઈ ઠક્કર ઘરેથી કોલેજ
તરફ જતો હતો તે અરસામાં જીજે-16-એવાય -3879 નંબરની એઁસ.ટી.ની વોલ્વો બસના ચાલકે રાહદારી યુવાને ટક્કર
મારી હતી. યુવાનને સાથળના ભાગે ફ્રેકચર, જડબાના ભાગે
ફ્રેકચર અને માથામાં હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,
અગાઉ પણ વોલ્વો બસ હડફેટે આદિપુરમાં
કોલેજિયન યુવતીનું મોત નીપજ્યું હતું. ટાગોર રોડ ઉપર ગતિ નિયંત્રણનાં બોર્ડ તો લગાવાયાં
છે, પરંતુ તેના અમલીકરણની ગતિ નહીવત જેવી હોવાથી અવારનવાર ગંભીર
અકસ્માતો સર્જાતા હોય છે.