લોખંડના પાઇપ અને ધારિયા વડે હુમલો
ગાંધીધામ, તા. 13 : શહેરમાં જમવાના નાણાં આપવા મુદ્દે ઉશ્કેરાયેલા બે આરોપીએ
યુવાન ઉપર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો
પોલીસ દફતરે નોંધાયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ પાસે આવેલી મહાકાલ હોટેલ બહાર
ગત તા.12/11ના
1.30 વાગ્યાના
અરસામાં બન્યો હતો. આ અંગે ફરિયાદી જુસબ ઉર્ફે બાડો ઓસમાણભાઈ ટાંક (મુસ્લિમ)એ આરોપી
વિજય સંજોટ અને મુસ્તાક દાઉદ થેબા વિરુદ્ધ ગુને નોંધાયો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં
જણાવ્યું હતું કે, જમવાના નાણાં આપવા મુદ્દે થયેલી
બોલચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાના ઈરાદે લોખંડના
પાઈપ અને ધારિયા વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીનો અધડો હાથ
કાપવા સહિતની ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. હત્યાના પ્રયાસના મામલામાં પોલીસે વિધિવત રીતે ફરિયાદ નોંધી ગુનામાં સામેલ આરોપીને
પકડી પાડવા સહિતની દિશામાં તપાસ આરંભી છે.