ભુજ, તા. 13 : માંડવી
તાલુકાના ગુંદિયાળીમાં સગીર વયની કન્યાના અપહરણ મુદ્દે અજાણ્યા ઈસમ વિરુદ્ધ માંડવી
મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ગુંદિયાળીમાં રહેતી સગીરાનું કોઈ અજાણ્યો ઈસમ તેના કાયદેસરના વાલીપણામાંથી
ગત તા. 8-11ના
અપહરણ કરીને લઈ ગયો હતો. આ મામલે માંડવી મરીન પોલીસે અપહરણની કલમો તળે ગુનો દાખલ કર્યો
હતો અને આરોપીને ઝડપી પાડવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.