• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

નખત્રાણામાં બે બાઈકની ટક્કરમાં યુવાનનું મૃત્યુ

ભુજ, તા. 29 : ગઈકાલે રાતે નખત્રાણામાં બે બાઈકની ટક્કરના અકસ્માતમાં સાંગનારાના 45 વર્ષીય યુવાન રમેશ મુળજી જેપારનું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. જ્યારે અન્ય યુવાન ઘાયલ થયો છે.  આ બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ ગઈકાલે રાતે નખત્રાણા તાલુકા પંચાયતથી મામલતદાર કચેરી તરફના માર્ગે બન્ને બાઈકની સામસામી જોરદાર ટક્કર થતાં સાંગનારાના યુવાન રમેશ જેપારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક ચાલક નખત્રાણાના ગણેશનગરમાં રહેતા નીતીન ગાંગજી પરગડુને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd