• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ખેડોઇની સાત વાડીમાંથી 72 હજારના વાયરની તફડંચી

ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામના વાડી વિસ્તારમાં આવેલી સાત વાડીમાંથી તસ્કરોએ રૂા. 71,500ના વાયરની તફડંચી કરી હતી. મોટી ખેડોઇમાં રહેતા ધર્મદીપસિંહ સજ્જનસિંહ જાડેજાએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી આજે વાડીએ જતા બોરથી ઓરડી સુધીનો વાયર ગુમ જણાયો હતો. તેમની વાડીમાંથી રૂા. 12,500ના 125 ફૂટ વાયર ચોરી થઇ હતી, બાદમાં જયપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા, રાજદીપસિંહ ઉર્ફે ભીખુભા ખુમાણસિંહ જાડેજા, કિશોરસિંહ દશરથસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જુવાનસિંહ જાડેજા, નરપતસિંહ મંગુભા જાડેજાની વાડીમાંથી પણ વાયરની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. ગત રાત્રિ દરમ્યાન નિશાચરોએ આ સાત વાડીઓમાંથી રૂા. 71,500ના 715 ફૂટ વાયરની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd