ભુજ, તા. 24 : મુંદરામાંથી સગીરાનું અપહરણ
થતાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત
તા. 18/10ના સવારથી બપોર દરમ્યાન કોઈ
અજાણ્યો ઈસમ ફરિયાદીની બહેનની સગીર વયની દીકરીનું ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી
અપહરણ કરી લઈ ગયો છે. પોલીસે પોકસો સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.