• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલી પૂરેપૂરી રકમ અરજદારને પરત અપાવતી મુંદરા પોલીસ

ભુજ, તા. 24 : રૂા. 2,48,773નો ક્રેડિટ કાર્ડથી સાયબર ફ્રોડ થતાં મુંદરા પોલીસે અરજદારની ગયેલી પૂરેપૂરી રકમ પરત અપાવી છે. આ અંગે મુંદરા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ, અરજદાર સાથે ક્રેડિટકાર્ડથી સાયબર ફ્રોડ થતાં અરજી અપાઈ હતી. ઈ-ઝીરો એફઆઈઆરમાં પોલીસે તેની ગયેલી પૂરેપૂરી રકમ રૂા. 2,48,773 પરત અપાવી તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કર્યું હતું. પીઆઈ એમ.આર. શકોરિયાનાં માર્ગદર્શન હેઠળ સાયબરના કામ કરતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પિનાબેન ચૌધરી,, જોષ્નાબેન સોલંકી, આઈ.ટી. એકસપર્ટ અભિષેક જેઠવાના પ્રયાસથી આ રકમ અરજદારને પરત મળી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd