• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામ : યુવતીને મકાન અપાવવાનું કહી 8.70 લાખ ઓળવાયા

ગાંધીધામ, તા. 29 : શહેરની એક યુવતીને મકાન અપાવવાનું કહી રૂા. 8,70,000 પડાવી લઈ તથા યુવતીનાં નામે કાર લઈ તેના હપ્તા ન ભરી વિશ્વાસઘાત, ઠગાઈ કરતા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરના મહેશ્વરીનગરમાં રહેનાર તથા એરટેલ સ્ટોરમાં મેનેજર તરીકે કામ કરનાર શારદાબેન કાનજી નોરિયાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી યુવતી 2020માં મોબાઈલ સિમકાર્ડનું વેચાણ કરતી ત્યારે તેમની ઓફિસમાં આરોપી દેવકરણ રવિકરણ વર્મા નામનો શખ્સ સિમકાર્ડ લેવા આવ્યો હતો ત્યારે આ આરોપીએ પોતે મકાન, મિલકત લે-વેચનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. બંને વચ્ચે વાતો થઈ હતી ત્યારે આરોપીએ એક મકાન એસ.બી.આઈ. બેંકએ સીઝ કર્યું છે જે અંબાજી 10માં પ્લોટ નં. 78, 79, 80, 81માં ચાર પ્લોટમાં મકાન બનેલું છે અને લેવું હોય તો હું સેટલમેન્ટ કરાવી આપીશ તેવી વાત કરી હતી. ફરિયાદીએ પોતાના પિતા સાથે ત્યાં જઈ હા પાડતાં આરોપીએ રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી યુવતીએ તેને ઓનલાઈન તથા રોકડથી કુલ રૂા. 8,70,000 આપી દીધા હતા. બાદમાં તે મકાન અંગે પૂછતાં આરોપી વાયદા કરતો હતો અને બેંકમાં વાત ચાલુ હોવાનું કહેતો હતો. દરમ્યાન તેણે યુવતીના નામે કાર નં. જી.જે.-12 એફબી -6163 પણ ખરીદી હતી અને મકાનની વાત ચાલુ હોવાનું કહેતો હતો. દરમ્યાન તે પોતાના વતન મથુરા ઉત્તરપ્રદેશ ચાલ્યો ગયો હતો. મકાન બાબતે સમય પસાર કરતો હતો અને કારના હપ્તા પણ બાઉન્સ થવા લાગતાં બેંકવાળા ફરિયાદીને ફોન કરતા હતા. આ શખ્સ વિરુદ્ધ પોલીસે વિશ્વાસઘાત, ઠગાઈની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd