ગાંધીધામ, તા. 17 : ભચાઉમાં એક ઘરમાં ઘૂસી કિશોરી
સાથે બદકામ કરતા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભચાઉ પોલીસ મથકે નોંધાવેલી
ફરિયાદ મુજબ ગત મોડીરાત્રે આ બનાવ બન્યો હતો. આડેસરનો વસીમ વલીમામદ સુમરા નામનો શખ્સ
ભચાઉ આવ્યો હતો, જ્યાં એક ઘરમાં તેણે અપપ્રવેશ
કર્યો હતો અને ઘરમાં રહેલી કિશોરી સાથે બદકામ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ
નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.