• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

નાગોર રોડના જંગલેશ્વર મહાદેવ મંદિરમાંથી ચોરી

ભુજ, તા.14 :  તાલુકાના નાગોર રોડ પરના જંગલેશ્વર મહાદેવ મંદિરમાં તા.13/9ના નિશાચર ત્રાટક્યો હતો અને મંદિરની બાજુમાં આવેલા રૂમના તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશી રૂા.35 હજારનો એમ્પ્લીફાયર ચોરી કરી ગયો હતો. નાગોર ગામના સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસવા ગ્રા.પં. કચેરીએ સરપંચ પહોંચતા કચેરીના તાળા તૂટેલા હતા અને ત્યાંથી સીસીટીવી કેમેરાનો ડીવીઆર અને ટીવીની ઉઠાંતરી થયાનું સામે આવ્યું છે. ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ભુજ સીમમાં નાગોર રોડ પર આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિર સંચાલક નરેન્દ્રભાઈ ભાટિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા.13/9ના વહેલી સવારે 5 થી 6:30 વાગ્યા દરમ્યાન અજાણ્યો ઈસમ મંદિરની બાજુમાં આવેલા રૂમના તાળા તોડી અને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી આહુજા કંપનીનું એમ્પ્લીફાયર કિ.રૂ.35,000 ચોરી ગયો છે. સીસીટીવી તપાસતાં એક અજાણ્યો ચોર ઈસમ મોઢામાં રૂમાલ બાંધી ચોરી કરતા દેખાયો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગઈકાલે માધાપર પોલીસ મથકે નાગોણરના સરપંચ વસંતલાલ જેરામભાઈ સોરઠિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા.13/9ના સવારે ગામના વાલજીભાઈ આહીરનો તેમને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, જંગલેશ્વર મહાદેવ મંદિર નાગોર રોડ પાસે કંઈક ચોરીનો બનાવ બન્યો છે. નાગોર ગ્રા.પં.ના લાગેલા સીસીટીવી કેમેરા ચાલુ છે કે કેમ તે બાબતે વાતચીત કરી હતી. આથી બપોરે ફરિયાદી ગ્રા.પં. કચેરીએ જતાં ત્યાં તાળું તુટેલું હતું અને કચેરીમાંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર કિ.રૂ.2300 અને એલઈડી ટીવી કિ.રૂા.11,678ની ચોરી થયાનું સામે આવ્યું હતું. આત તા.13/9ની રાત દરમ્યાન અજાણ્યા ચોર ઈસમ કુલ્લે રૂ.34,678ના મુદામાદની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. આમ આ બન્ને ચોરીની અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ સમય-ઘટનાક્રમ જોતાં એકબીજા સાથે સંલગ્ન હોવાનું સપાટી પર આવ્યું છે. પોલીસે છાનબીન હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd