• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

લંડનમાં પહેલીવાર ગંગા આરતી : થેમ્સ નદીનો કિનારો ગૂંજી ઊઠયો

લંડન, તા. 14 : લંડનમાં પહેલીવાર ગંગા આરતીનું આયોજન થયું હતું. થેમ્સ નદીના કિનારે આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક સમુદાય ઊમટયો હતો. ભજન અને મંત્રોના જાપ સાથે આરતીમાં થેમ્સ નદીના કિનારે વારાણસીના ઘાટો જેવી ઝલક જોવા મળી હતી. ચિન્મય મિશન-યુકે દ્વારા ટોટલી થેમ્સ ફેસ્ટિલ સાથે મળીને આ આયોજન કરાયું હતું. આરતી કરીને નદી, પ્રકૃતિનો આભાર મનાયો હતો. કાર્યક્રમમાં ભજન, મંત્રોચ્ચાર, સંગીતની પ્રસ્તુતિઓ કરાઇ હતી. ગંગા નદીના કિનારે થતી આરતીની ઝલક થેમ્સ નદીના કિનારે થયેલી આરતીમાં જોવા મળી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd