કોડાય, તા. 14 : માંડવી ખાતે લોહાણા મહાજનની
આરોગ્ય પાંખ દ્વારા 15 વર્ષથી ઉપરના
સર્વે જ્ઞાતિજનોના આરોગ્યલક્ષી લાભાર્થે તા.30ના લોહાણા મહાજનવાડી ખાતે નિ:શુલ્ક મલ્ટીસ્પેશિયાલિટી મેડિકલ
કેમ્પ યોજાયો હતો. પ્રારંભ મહાજન પ્રમુખ શૈલેષભાઈ મડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયો
હતો. મંત્રી સુરેશભાઈ ઠક્કર, ફેમિલી
ફિઝિશિયન ડો. સંજયભાઈ કોઠારી, બાળરોગ નિષ્ણાંત ડો.ચિંતનભાઈ સચદે
તથા સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. ચાર્મીબેન પવાણી સહિતના તબીબોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કેમ્પમાં તબીબી તપાસ, નિદાન, સલાહ અને માર્ગદર્શન
ઉપરાંત આંખ વિભાગ, બાળરોગ વિભાગ, સ્ત્રીરોગ
વિભાગ તથા લેબોરેટરી સહિતની વિવિધ આરોગ્ય સેવાઓઁ અપાઇ હતી. કેમ્પમાં ઉપસ્થિત દરેક જ્ઞાતિજનોનું
ફ્રી બ્લડ સુગર ચેકઅપમાં નીહિતભાઈ ભીંડે દ્વારા સેવામાં સહયોગ અપાયો હતો. આંખના નંબરનું
કોમ્પ્યુટરાઈઝ્ડ ચેકઅપ કરી ચશ્માના નંબર જણાયા હતા, તેવા લાભાર્થીઓને
ચંદ્રકાંતભાઈ ઠક્કર દ્વારા નિ:શુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં
લાભ લેનારા જ્ઞાતિજનોને સ્થળ પર જ હેલ્થ કાર્ડ પણ ઈસ્યૂ કરાયા હતા. આગામી સમયમાં દર
ત્રણ મહિને યોજાનારા આરોગ્ય કેમ્પમાં સાથે લાવવા માટે જણાવવામાં આવ્યું હતું. કેમ્પને
સફળ બનાવવા ઉપપ્રમુખ દિલીપભાઈ ઠક્કર, કિશોરભાઈ ભીંડે,
હિતેશભાઈ આથા, દિનેશભાઈ કતિરા, અનિલભાઈ તન્ના, ભાવિનભાઈ ગણાત્રા, અશોકભાઈ ઠક્કર અને જીગરભાઈ કોટક સહિત યુવક મંડળના નિશાંત કતિરા, જીગર તન્ના, પાર્થ રાયચુરા, હાર્દિક
અલેયા, પૂર્વેશ ઠક્કર અને ધર્મેશ ઠક્કરે સેવા આપી હતી. સંચાલન
તથા આભારવિધિ સ્મિત ઠક્કરે કરી હતી.