• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામના માર્ગ જળબંબાકાર થયા

ગાંધીધામ, તા. 14 :  શહેરના ક્રોમા સેન્ટરથી લઈને અપના નગર ચાર રસ્તા સુધી નો કરોડો રૂપિયા નો ખર્ચે બનેલો માર્ગ સાથેના વરસાદી નાળાઓ ફેલ ગયા છે. ટાગોર રોડ થી ક્રોમા સેન્ટર ની સામેના બાજુના માર્ગે પાણીનો નિકાલ થયો નથી તે પાણી રોડ ઉપર ભરાયેલું રહેતા સવાલો ઉઠી રહ્યા છે આ ઉપરાંત ટાગોર રોડ થી શિવાજી પાર્ક બગીચા અને ત્યાંથી 400 ક્વોટર તરફ જતો આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ કામ કરનાર કોન્ટ્રાક્ટર અને એજન્સી આરએનબી સાથે જોડાયેલી છે એટલે એન્જાનિયારિંગ વિભાગની માનીતી એજન્સી છે મનસ્વી રીતે કામ કર્યું છે એન્જાનિયર ના આશીર્વાદથી તેમની ઉપર કોઈ પગલા ભરાતા નથી. તેના પરિણામે જ ઝુલેલાલ મંદિર માર્ગ ઉપર પાણી ભરાયેલું છે જ્યાં પોલીસ ચોકી છે ત્યાંથી તો રીતસર નદીની જેમ પાણી ભાઈ પ્રતાપ સર્કલ ઉતરે છે. વરસાદથી અનેક જગ્યાએ રોડ અને ફૂટપાથમાં રહેલી ખામીઓ બહાર આવી છે હવે સીટી ઇજનેર કોઈ પગલા ભરે છે કે નહીં તે જોવાનું રહ્યું છે. આ ઉપરાંત ચાવલા ચોકથી સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ સુધીનો આખો માર્ગ જળબંબાકાર હતો. નવા બનાવેલા માર્ગો ના કારણે પાણી ભરાવાની વ્યાપક સમસ્યા સર્જાઇ છે જ્યાં જ્યાં કોન્ટ્રાક્ટર વરસાદી નાળાઓ બનાવ્યા છે તે નિષ્ફળ દેખાઈ રહ્યા છે કમિશનર દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તેવા સવાલો જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે. આદિપુરમાં પણ સ્થિતિ વિકટ થઈ હતી રામબાગ રોડ ઉપર તો વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું આ ઉપરાંત એરપોર્ટ રોડ ઉપર જે ઉત્તમ એન્જાનિયારિંગ ના નમુનાથી બનાવેલા માર્ગ ઉપર પાણી નિકાલને વ્યવસ્થા ન હોવાથી વ્યાપક સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd