• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

રતનાલ-નિંગાળ ચોકડી પાસે કારે ટુ વ્હીલરને અડફેટે લેતા રતનાલના વૃદ્ધનું મોત

ભુજ, તા. 14 : ગત તા. 11-9ના ચુંબડક નજીક રતનાલ- નિંગાળ ચોકડી પાસે કારે ઇલેકટ્રીક ટુવ્હિલરને અડફેટે લેતા રતનાલના 71વર્ષીય કાનાભાઇ હિરાભાઇ વરચંદ (આહીર)નું ગંભીર ઇજાના પગલે મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે આજે પધ્ધર પોલીસ મથકે રતનાલના નવીનભાઇ રણછોડભાઇ વરચંદ (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના દાદા કાનાભાઇ ગત તા. 11-9ના સવારે તેમના કબજાની ઇલેકટ્રીક ટુ વ્હીરલથી રતનાલથી નિંગાળ તરફનો માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે અંજાર તરફથી પૂરપાટ આવતી ફોરચ્યુનર કાર નં. જી.જે. 39 સીએ 7080ના ચાલકે અડફેટે લેતા દાદા કાનાભાઇએ માથા તથા મોઢાના ભાગે ગંભીર ઇજજા થતા મોત નીપજ્યું હતું. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd