• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

ભુજમાં પાર્સલ મારફત મંગાવેલો 53 હજારનો શરાબ જપ્ત

ભુજ, તા. 14 : આજે શહેરમાં ટ્રાન્સપોર્ટ મારફત રાજ્ય બહારથી મંગાવેલો 53 હજારનો શરાબનો જથ્થો એલસીબીએ ઝડપી પાડયો હતો. ગઈકાલે પણ એલસીબીએ મુંદરાના વડાલા સીમમાંથી રૂા. 50 હજારના શરાબ સામે એક શખ્સને ઝડપી લીધો હતો. આજે એલસીબીને બાતમી મળી હતી કે, વિરેન્દ્ર અરવિંદ ભીલ (રાઠોડ) (રહે. અમીત કોમ્પ્લેક્ષ પાછળ, કેમ્પ એરિયા, ભુજ)એ ટ્રાન્સપોર્ટ મારફત રાજ્ય બહારથી શરાબનો જથ્થો મંગાવીને લોડિંગ રીક્ષા નં. જીજે 12 બીયુ 8851વાળી ભાડે કરી તેમાં ભરી પોતાના ઘર પાસે રાખ્યો છે. આથી દરોડો પાડી શરાબની 94 બોટલ, કિ. રૂા. 53,110 જપ્ત કર્યો હતો. દરોડા દરમ્યાન આરોપી વિરેન્દ્ર હાજર મળ્યો ન હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ગુના દાખલ કરાવી કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીમાં પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ જે.બી. જાદવ, એમ.એચ. શીણોય, હે.કો. ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, પ્રવીણસિંહ ચૌધરી, જીવરાજ ગઢવી, શ્યામ ગઢવી જોડાયા હતા. બીજી તરફ ગઈકાલે એલસીબીએ બાતમીના આધારે માણેક સુમાર બારોટ (રહે. વવારવાળા)ને મુંદરાના વડાલાની સીમમાં આવેલી વાડીની બાજુમાં, બાવળની ઝાડીમાં અલગ-અલગ શરાબની 178 બોટલ અને 24 બીયરના ટીન જેની કિં. રૂા. 50,480 તથા એક ફોન કિ. રૂા. 10,000ના મુદ્દામાલ સાથે ઝડપી મુંદરા મરીન પોલીસ મથકે ગુનો નોંધાવી કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીમાં પીઆઈ શ્રી મકવાણા, પીએસઆઈ શ્રી જાદવ, શ્રી શીણોય તથા એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ, હે.કો. રાજદીપસિંહ ગોહિલ અને કોન્સ. મહેશકુમાર ચૌહાણ જોડાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd