વિરાણી મોટી (તા. નખત્રાણા),
તા. 14 : વર્તમાન સરકાર
દ્વારા જન આરોગ્ય સેવા છેવાડાના અંતરિયાળ ગ્રામ વિસ્તારની જનતાને ઘરઆંગણે પહોંચાડવાના
અભિયાનના એક ભાગરૂપે નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે દર્દીને સંપૂર્ણ સારવાર મળી
શકે તે માટે સુવિધાપૂર્ણ હોસ્પિટલનું નિર્માણ કામ પ્રગતિમાં છે. રાજ્ય સરકારના આરોગ્ય
વિભાગ દ્વારા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયત્નોથી રૂા. 1.50 કરોડ (દોઢ કરોડ)ની મંજૂર થયેલી
ગ્રાન્ટમાંથી નવનિર્માણ થતી ગામની વચ્ચે સુવિધાપૂર્ણ સરકારી હોસ્પિટલનું બાંધકામ ઝડપી
ગતિએ ચાલી રહ્યું છે. સ્થળની મુલાકાત લેતા ધારાસભ્ય જાડેજાએ આ અંતર્ગત વિગતો આપતાં
જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં
તાલુકા કક્ષા જેવી દર્દીઓને સારવાર ઉપલબ્ધ રહેશે. કામના સ્થળ મુલાકાતે ધારાસભ્ય જાડેજા
સાથે પૂર્વ સરપંચ છગનલાલ ઠક્કર, પૂર્વ ઉપસરપંચ રતિલાલ સેંઘાણી
-મામા, શાત્રી કમલેશભાઈ રાવલ, રાયપુર પા.
સમાજ પ્રમુખ વાલજીભાઈ માનાણી, સુરેશભાઈ કાનજિયાણી, અમૃતભાઈ તેજાણી, ગોવિંદભાઈ બળિયા, પ્રવીણભાઈ તથા હિરેન પઢારિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.