ભુજ, તા. 14 : શહેર સમીપેના માધાપરમાં જોશી
પેટ્રોલ પંપ પાસે તા. 13/9ના મધ્ય રાત્રે
કોલસા ભરેલી ટ્રકમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો હતો. રાતે બે વાગ્યે ભુજના ફાયર કંટ્રોલ
રૂમમાં 112માંથી કોલ આવ્યો હતો કે, માધાપરના જોશી પેટ્રોલ પંપ પાસે કોલસાથી ભરેલી
ટ્રમાં આગ લાગી છે. આથી ફાયરની ટીમ મીની વોટર ટેન્કર સાથે ઘટના સ્થળે ધસી જતા આગ બુજાવાની
કામગીરી આદરી હતી.