• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

માંડવીના ચકચારી 70 લાખની ઠગાઈના કેસમાં આરોપીના આગોતરા નામંજૂર

ભુજ, તા. 2 : માંડવીના ચકચારી 70 લાખના વિશ્વાસઘાત અને ખોટા સરકારી દસ્તાવેજો બનાવવાના કેસમાં માંડવીના આરોપી મોહમદઅશરફ અલીમામદ જુણેજાએ કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી. માંડવીની બિનખેતી જમીનમાં આવેલા પ્લોટો પોતાના હોવાનું દર્શાવી ખોટું સોગંદનામું કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી પ્લોટ વેચી ફરિયાદીને નાણાં પરત ન આપી કે દસ્તાવેજ ન બનાવી આપી ઠગાઈ કરવાના કેસમાં આરોપી મોહમદઅશરફ અલીમામદ જુણેજાએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નકારી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ. એ. મહેશ્વરી તથા મૂળ ફરિયાદી વતી વસીમ એ. અરબે હાજર રહી દલીલ કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd