• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

મોટા લાયજામાં પત્તા ટીંચતા સાત ખેલીને દબોચાયા

ભુજ, તા. 2 : માંડવી તાલુકાના મોટા લાયજામાં કબજાના મકાનમાં બહારથી ખેલી બોલાવીને નાલ ઉઘરાવી પત્તા વડે હારજીતનો જુગાર રમતા સાત ખેલીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડી રોકડા રૂા. 1,50,000 સહિત કુલ રૂા. 3,25,500નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી મનસુખ ઈશ્વરલાલ રાજગોર મોટા લાયજામાં આવેલા પોતાના ભોગવટાના મકાનના બીજા માળે બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી પત્તા રમતો-રમાડતો હતો. આ કાર્યવાહીમાં મનસુખ ઉપરાંત સુરેશ નાનજી મોતા, ઉલાસગર શંભુગર ગુસાઈ, જયેશ વિઠ્ઠલદાસ મોતા, પ્રકાશ મહેશભાઈ ઠક્કર, મહેન્દ્ર પ્રેમજી મોતા અને રમેશ કરસનદાસ મોતાને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 1.50 લાખ, છ મોબાઈલ કિં. રૂા. 25,500 તથા એક કાર કિં. રૂા. 1,50,000 મળી કુલ રૂા. 3,25,500નો મુદ્દામાલ કબજે લીધો હતો અને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Panchang

dd