• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

માંડવી : મોબાઇલમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ભુજ, તા. 10 : ગઇકાલે રાતે માંડવીમાં મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ગઇકાલે રાતે આઠ વાગ્યાના અરસામાં માંડવીની એચ.ડી.એફ.સી. બેન્ક પાસે આરોપી ધર્મેશ અમરતલાલ પરમાર (રહે. ક્રિષ્ના હોટેલ પાછળ, માંડવી)ને તેના મોબાઇલમાં ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. રોકડા રૂા. 4,320, એક મોબાઇલ કિં. રૂા. 5000 તથા ઓનલાઇન આઇ.ડી.માં બેલેન્સ 31,009 એમ કુલ્લે રૂા. 40,329ના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd