• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

નાની બન્નીમાંથી ચાર ભેસ ચોરાઈ

નખત્રાણા, તા. 10 : તાલુકાના નાની બન્ની તથા ગ્રામ્ય વિસ્તારના સીમાડામાંથી ભેંસોની ચોરીથી પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. ગત સપ્તાહમાં તલ ગામના માલધારી જત અબ્દુલ રહીમ ભુલાખાનની તલ ગામના સીમાડામાં ચરવા મુકેલી ભેંસો 10 જેટલી ભેંસો પૈકી ચાર કિંમતી ભેંસો અંદાજિત ચાર લાખની ભેંસો કોઈ ચોર ચોરી કરી માલવાહક વાહન મારફતે ઉઠાવી ગયા છે. આ ચોરી અંગે માલધારીએ નિરોણા પોલીસને જાણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નખત્રાણા તાલુકાના નાની વિરાણી તથા નાના નખત્રાણા ગામે બે-બે કુલ્લ ચાર ખોવાયેલી ભેંસો તત્કાલીન પી.આઈ. એ. એમ. મકવાણાની મહેનતથી ચોરી કરનાર ઈસમોને પાડી ભેંસો મૂળ માલિકને સુપરત કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd