• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

આડેસરમાં મજુરીના પૈસા માંગતા ત્રણ શખ્સોએ ખેડુતને માર માર્યો

ગાંધીધામ, તા. 10  :  રાપર તાલુકાના આડેસરમાં મજુરીના પૈસા માંગવા જતા ખેડુતને માર મારીને જાતી અપમાનીત શબ્દો કહ્યા હતાં. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે હરીભાઈ હીરાભાઈ પરમારે આરોપીઓ અકબર અયુબ હીંગોરજા, અનવર જુશબ હિંગોરજા અને એક અજાણ્યા શખ્સ સહીત ત્રણ જણા સામે  એટ્રોસીટી એકટ સહીતની કલમો તળે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીએ ટ્રેકટર લઈને આરોપીઓનું ખેતર ખેડયું હતું. મજુરી પેટે 99 હજાર પૈકી 48000 આપ્યા હતાં. બાકીના 51 હજાર માંગ્યા હતાં. ગઈકાલે સાંજે આરોપીઓ પાસે પૈસા માંગ્યા હતાં. હીસાબ પુરો કરી નાખીએ તેવું કહી રેલવે ફાટક પાસે લઈ ગયા હતાં. પૈસા માંગતા આરોપીઓએ ધકબુસટનો માર માર્યો હતો અને ફરીયાદ કરશો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd