ગાંધીધામ,
તા. 11 : સોશિયલ મીડિયા ઉપર
ઉશ્કેરણીજનક સંદેશો મૂકનારા અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
હતો. અંજાર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ઓખાભાઈ ચૌધરીએ મેઘપર બોરીચીના હેમલાઈ
ફળિયામાં રહેતા આરોપી અબ્દુલ કરીમ ઈબ્રાહીમ બાફણ વિરદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસસૂત્રોએ
વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી પોતાની ફેસબુક આઈડીમાં કોમીએકતા ભંગ અને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના
ઈરાદે બે કોમ વચ્ચે વૈમનશ્ય અને દુશ્મનાવટ ફેલાય તથા સરકારની કામગીરી સામે દ્રેષભાવ
ઉત્પન્ન કરી મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવાના ઈરાદે ઉશ્કેરાણીજનક પોસ્ટ મૂકી હતી.
આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.