• રવિવાર, 12 જુલાઈ, 2026

અંજારમાં ટેઈલરે મોટર સાઈકલને હડફેટે લેતા યુવાને આંખો મીંચી

ગાંધીધામ, તા. 11:  અંજારમાં ટેઈલરની ટકકરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ નારણભાઈ પુંજાભાઈ દાફડા(ઉ.વ.24 ) નુ મૃત્યુ થયુ હતું. અકસ્માતનો આ બનાવ જી.આઈ.ડી.સી  વિસ્તારમાં કચ્છ એન્જીનિયરીંગ સામે ગઈકાલે બપોરે 2 વાગ્યાના અરસામાં બન્યો હતો. પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે ટેઈલર જીજે.12.બીવી.5065 ના ચાલકે મોટર સાઈકલ જીજે.39.ઈ.3618ને ટકકર મારી હતી.જેમાં મોટર સાઈકલ ચાલક નારણભાઈને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તત્કાળ મોત નીપજયું હતું. આ અંગે મૃતકના ભાઈ કિશનભાઈ પુંજાભાઈ દાફડાની ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd