ભુજ, તા. 29 : તાજેતરમાં ભીરંડિયારાના યુવાન રજાક વલીમામદ
રાયશીએ સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સ્યુસાઇડ નોટના આધારે
મરવા મજબૂર કરનાર આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો. આ કેસમાં આરોપીઓ જામીન સુમાર
રાયશી (ભીરંડિયારા), ઇશાક સુમાર રાયશી (આદિપુર),
ગુલાબી રમજાન રાયશી (ભીરંડિયારા) અને દરિયા ગુલાબી રાયશી
(ભીરંડિયારા) અને કમાલશા અલીશા સૈયદે નિયમિત અને આગોતરા જામીન મેળવવા અરજી કરતાં
ચોથા અધિક સેશન્સ જજ એન. પી. રાડીઆએ જામીન નામંજૂર કર્યા હતા. સરકાર તરફે જિલ્લા
સરકારી વકીલ ડી. જે. ઠક્કર હાજર રહ્યા હતા.