• મંગળવાર, 30 જૂન, 2026

હાજીપીર પાસે રોંગ સાઇડમાં આવેલાં ડમ્પરે ટ્રેઈલર સાથે અથડાવતાં યુવાનનું મોત

ભુજ, તા. 29 : ગત તા. 16/6ના હાજીપીર પાસે ડમ્પર-ટ્રેઈલરના અકસ્માતમાં ટ્રેઈલરમાંના 26 વર્ષીય યુવાન અલ્તાફ અલી નોતિયારનું મોત નીપજ્યું હતું. આ માર્ગ અકસ્માત મોતના બનાવ અંગે આજે હાજીપીર પોલીસ મથકે મુરુના ઇશા અલી નોતિયારે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 16/6ના બપોરે હાજીપીર પાસે બીએસએફ ગેટથી આગળ પાપડી પાસે ડમ્પર નં. જી.જે.-17-યુ.યુ.- 8171વાળાના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી ફરિયાદીના ભાઇ અલ્તાફના કબજાના ટ્રેઇલર નં. જી.જે.-12- ઓ.વાય.-5170 સાથે અથડાવી અકસ્માત કરી અલ્તાફને પેટ તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડતાં મોત નીપજ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.

Panchang

dd