• સોમવાર, 15 જૂન, 2026

ગાંધીધામ : યુવતીનો ડેટા ચોરી કરી બ્લેકમેલ કરનાર સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 14 : અહીં રહેનાર અને અભ્યાસ કરનાર યુવતીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી તેનો વ્યક્તિગત ડેટા ચોરી કરી લેવાયો હતો તથા સોશિયલ મીડિયામાં વાયરલ કરાવાની ધમકી આપી રૂા. 1,22,700 પડાવી લેવાયા  હોવાનો આઘાતજનક બનાવ પ્રકાશમાં આવ્યો હતો. અહીં રહેનાર અને અભ્યાસ કરનાર એક યુવતી અગાઉ ગાંધીનગર ખાતે અભ્યાસ કરતી હતી, ત્યારે તેની મુલાકાત પ્રિયાંશુ રાજેન્દ્રસિંહ નામના શખ્સ સાથે થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. એક દિવસ કેફેમાં બેઠા હતા દરમ્યાન આરોપીએ ફોન કરવાના બહાને યુવતીનો મોબાઈલ માગ્યો હતો અને તેમાંથી તેનો પર્સનલ ડેટા અને ફોટા પોતાના આઈફોનમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને પછી આરોપીએ યુવતી સામે પ્રેમસંબંધ રાખવા પ્રસ્તાવ મુક્યો હતો, જેની આ યુવતીએ ના પાડતા આરોપીએ અસલી રંગ બતાવ્યો હતો અને યુવતીને ધમકી આપી હતી કે તારો પર્સનલ ડેટા મારી પાસે છે. જો તું સંબંધ ન રાખે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.  ડરના કારણે યુવતીએ આરોપીને થોડા-થોડા કરીને રૂા. 1,22,700 ટ્રાન્સફર કર્યા હતા. આ માનસિક ત્રાસથી કંટાળીને યુવતી અભ્યાસ છોડીને આવતી રહી. દરમ્યાન આરોપીએ ત્રાસ આપવાનું ચાલુ રાખી તેના નામે ફેક આઈડી બનાવી તેના નામે ફોટા વાયરલ કર્યા હતા. આ અંગે યુવતીને જાણ થતાં તેણે પરિવારના સહકારથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd