• સોમવાર, 15 જૂન, 2026

અંજારમાં યુવતી પાસેથી 7.50 લાખ પડાવી લેનાર સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 14 : અંજારમાં ટયુશન ક્લાસ ચલાવતી એક યુવતીને વારંવાર છરી બતાવી, ધમકી આપી 2019થી અત્યાર સુધી ટુકડે ટુકડે  રૂા. 7,50,000 પડાવી લેવાયા હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.અંજારમાં રહી ટયુશન ક્લાસ ચલાવનાર એક યુવતીએ અગાઉ ટયુશન માટે પત્રિકા છપાવી હતી, જેમાંથી આરોપી અનિશ જિએજાએ તેના મોબાઈલ નંબર મેળવી લીધા હતા. આ શખ્સ અન્ય એક ડ્રાઈવર સાથે યુવતીના ઘરે આવ-જા કરતો હોવાથી બંનેની ઓળખાણ થઈ હતી. દરમ્યાન યુવતીની સગાઈ થતાં અને બંન્ને વચ્ચે તકરાર થતી હતી, એટલે યુવતીએ પોતાનાં ભાવિ પતિના ચારિત્ર્ય અંગે જાણવા માગતી હોવાથી તેણે આરોપીની મદદ માગી હતી. અવેજીમાં આ શખ્સે પૈસાની મમગણી કરી હતી. શરૂઆતમાં મદદ કરવા માટે યુવતીએ આ શખ્સને 50,000 આપ્યા હતા. બાદમાં યુવતી ક્યાંય મળે તો આ શખ્સ તેને છરી બતાવી ડરાવી, ધમકાવી રૂપિયા તો આપવા પડશે તેવું જણાવતો હતો. અને ભોગ બનનાર તેને ટયુશનમાંથી પૈસા આપતી હતી. ક્યારેક રોકડા તો ક્યારેક ઓનલાઈન ટ્રાન્સફર કરતી હતી. અંતે યોગેશ્વર ચોકડી નજીક યુવતીને રોકી રૂપિયા તો આપવા જ પડશે નહીં તો મારી નાખીશ તેવી ધમકી આ શખ્સે આપી હતી. તેણે ભોગ બનનાર પાસેથી 2019થી અત્યાર સુધીમાં રૂા. 7,50,000 પડાવી લીધા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd