ભુજ, તા. 14 : થેલેસેમિયા, હિમોફિલિયા, કેન્સર,
અકસ્માત, પ્રસૂતિ અને મોટાં ઓપરેશનના દર્દીઓ માટે
રક્ત એ ઇમર્જન્સીમાં જીવાદોરી સમાન છે. રક્તની એટલી જરૂર છે કે ભારતમાં દર બે સેકન્ડે
કોઈ ને કોઈને તાકીદની પરિસ્થિતિમાં લોહીની જરૂર પડે છે. અદાણી સંચાલિત ગેઇમ્સ જી. કે. જનરલ હોસ્પિટલ
બ્લડબેંકના હેડ ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયે લોકોને રક્તદાન પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસોના
ભાગરૂપે આ વર્ષની થીમ `રક્ત આપો આશા આપો અને સૌ સાથે મળી જીવન
બચાવીએ' અંગે કહ્યું કે, રક્તનો
કોઈ કૃત્રિમ વિકલ્પ નથી. માટે જરૂરિયાતમંદને લોહીની જરૂરિયાત માટે ડોનર્સે જ આગળ આવવું
પડશે.દર્દીનો જીવ બચાવવા જી.કે.ના બ્લડબેંક દ્વારા રક્તદાતાઓને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં
આવે છે. ઇનહાઉસ અને કેમ્પ મારફતે રક્ત એકત્રિત કરવામાં આવે છે. હોસ્પિટલમાં વીતેલાં
વર્ષ જૂન 2025થી મે 2026 દરમિયાન કચ્છમાં જુદા-જુદા
કેમ્પ અને સ્થાનિક ઈનહાઉસ મારફતે 12,548 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કોણ કરી શકે એ અંગે
તબીબના જણાવ્યા મુજબ 18થી 65 વર્ષની વયના, 45 કિલોથી વધુ
વજન ધરાવતા,
12.5થી હીમોગ્લોબિન વધુ ધરાવતા
સ્વસ્થ ત્રી-પુરુષ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. રક્તદાનથી નબળાઈ આવતી નથી. જી.કે.
ખાતે બ્લડબેંકમાં ન્યૂમેટિક ટ્યુબ સિસ્ટમ કાર્યરત
થઈ છે. હવે દાતા દ્વારા આપવામાં આવતું લોહી બ્લડબેંકમાંથી ઈંઈઞ, ઘઝ કે વોર્ડમાં ગણતરીની ક્ષણોમાં જ પહોંચી જશે.
આમ હવે આ દાન ઝડપી અને સલામત રીતે જરૂરિયાતમંદ સુધી પહોંચશે.