ગાંધીધામ, તા. 14 : શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં
ગઇકાલે એક બાળકી સાથે શારીરિક અડપલાં કરતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના
નવી સુંદરપુરી વિસ્તારમાં ગઇકાલે સવારે 11-30ના અરસામાં આ બનાવ બન્યો હતો. અહીં રહેતી અને શાળાએ જતી 8 વર્ષીય એક બાળકીને ગઇકાલે છુટી મળતાં તે
પોતાના ઘર બાજુ જઇ રહી હતી. દરમ્યાન રસ્તામાં એક શખ્સે બાળકીને પકડી તેની સાથે અડપલાં
કરી જાતીય સતામણી કરી હતી અને બાદમાં આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી. હેબતાઇ ગયેલી બાળકી ઘરે જઇને પરિવારજનોને આ વાત કરી હતી. પોલીસે આ બનાવ અંગે
ગુનો નોંધી નરાધમને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.