ગાંધીધામ, તા. 14 : અંજારમાં ચોરાઉ બાઈક સાથે પોલીસે
શખ્સને દબોચ્યો હતો. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બાતમીના આધારે પોલીસે ગંગાનાકા પાસે વોચ ગોઠવી હતી.
આરોપી સોહિલ આદમ કુંભાર પસાર થતાં તેને રોકીને બાઈકના આધાર-પુરાવા માગ્યા હતા, તે રજૂ કરી શક્યો ન હતો. આરોપીની કરાયેલી પૂછપરછ દરમ્યાન વરસામેડીમાં કેનાલ
પાસેથી બાઈક ચોરી હોવાની
કબૂલાત આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.