• શનિવાર, 13 જૂન, 2026

બાઈકને ટ્રકે ટક્કર મારતાં કોટડા, જડોદરના બે યુવાનનાં કરુણ મોત

ભુજ, તા. 11 : આજે રાતે નખત્રાણાના ભીમપુરા નજીક કોટડા (જ.)ના સીએનજી પમ્પ પાસે બાઈકને ટ્રકે ટક્કર મારતાં બાઈક પર સવાર જડોદરના ગજણ જુબેર જુસબ (ઉ.વ. 18) અને કોટડા (જ.)ના કુંભાર ઈરફાન અબ્દુલભાઈ (ઉ.વ. 21)ના ગંભીર ઈજાનાં પગલે  ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ થતાં પંથકમાં અરેરાટી વ્યાપી હતી.આ ગમખ્વાર અકસ્માત અંગે નખત્રાણાની સરકારી હોસ્પિટલ ખાતે જાહેર થયેલી  વિગતો તેમજ સંબધિતો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આજે રાત્રે 8.30 વાગ્યા અરસામાં ભીમપુરા સામે દુર્ઘટના ઘટી હતી. જડોદર અને કોટડા (જ.)ના બન્ને યુવાનો ગજણ જુબેર જુસબ તથા કુંભાર ઈરફાન અબ્દુલભાઈ બાઈકથી નખત્રાણામાં નોકરી કરી ઘેર પરત જતા હતા ત્યારે પાછળથી પૂરપાટ આવતી ટ્રક નં. જી.જે.-12- એટી- 6911એ ટક્કર મારતાં ઘટનાસ્થળે જ બન્ને યુવાનોના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. બન્નેને નખત્રાણાની સરકારી હોસ્પિટલે લઈ અવાતાં નખત્રાણા પોલીસે ઈન્કવેસ્ટ ભરવા સહિતની કાર્યવાહી આદરી હતી તેમજ ટ્રકને કબજે લઈ ચાલકને પણ રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો  હોવાની માહિતી પી.આઈ. એ.એમ. પટેલે આપી હતી. આ કરુણ બનાવનાં પગલે યુવાનોના પરિવાર તેમજ પંથકમાં અરેરાટી વ્યાપી હતી. 

Panchang

dd