• રવિવાર, 08 માર્ચ, 2026

ચેક પરતનો સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ

ભુજ, તા. 7 : ચેક પરતના કેસમાં આરોપી ભુજના યાદવ દિવ્યકુમાર છોટેલાલને એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ બીજા અધિક ચીફ જ્યુ. મેજિ.એ આપતા આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા નીચે કોર્ટનો હુકમ કાયમ રખાયો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદી સુનિતા સેમ્યુલ ક્રિષ્ટી (ભુજ) પાસેથી કોન્ટ્રાક્ટર આરોપી યાદવ દિવ્યકુમાર છોટેલાલે કન્સ્ટ્રકનના ધંધામાં રોકાણ કરવા ટૂકડે-ટૂકડે આઠ લા લીધા હતા. ફરિયાદીએ મુડી તથા નફાની માંગણી કરતા રૂા. 10.50 લાખના ચેકો લખી રાખ્યા હતા. જે પરત ફરતા કેસ કરાયો હતો. જેમાં બીજા ચીફ કોર્ટે સજા આપતો ચુકાદો આપતા આરોપીએ અપીલ કરી હતી અને આ અપીલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે. ફરિયાદ પક્ષ વતી એડવોકેટ વિવેકસિંહ આર. જાડેજા, ધૈર્ય વી. ઠક્કર, રણજિતસિંહ એન. સોઢા હાજર રહ્યા હતા. 

Panchang

dd