ગાંધીધામ, તા. 7 : રાપર તાલુકાનાં આડેસરમાં લગ્નમાં
બંદૂક લઈને નાચતા શખ્સોના વાયરલ થયેલા વીડિયો મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.પોલીસના
સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ
આજે બપોરે 2થી 3 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી જયકુમાર ભરત રાવળ હથિયાર પરવાનો ન હોવા છતાં
સમાજમાં ભય ઊભો કરવા અને શોખ માટે ડબલ બેરલ બાર બોરનાં હથિયાર સાથે નાચતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં
વાયરલ થયો હતો.પરવાના સાથેનું હથિયાર આપનારા રેવાભાઈ બાલાભાઈ મકવાણા સામે પણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ
હાથ ધરી છે.