• રવિવાર, 08 માર્ચ, 2026

ભુજમાં મિલન નાઈટ બજારનો આંકડો લેતી મહિલા ઝડપાઈ

ભુજ, તા. 7 : ગઈકાલે રાતે ભુજના આલાવારા મુકામની બાજુમાં જાહેરમાં નાઈટ મિલન બજારના મટકાનો આંકફેરનો આંકડો લઈ જુગાર રમી-રમાડતી એક મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. આ ઉપરાંત આજે વાણિયાવાડ પેટ્રોલ પંપ પાસે પણ આંકડો રમાડતા પન્ટરને પોલીસે પકડી લીધો હતો. મોટે ભાગે આંકડાના જુગાર રમી-રમાડવાના કિસ્સામાં પુરુષ ઝડપાતા હોય છે, પરંતુ ગઈકાલે એક મહિલા પકડાઈ છે. બી-ડિવિઝન પોલીસને ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી મળી કે, આલાવારા મુકામ પાસે આવેલા ધુફી ફળિયા નજીકના રોડ પર સાઈડમાં એક ગુલાબી કલરના પંજાબી પહેરેલી મહિલા ગેરકાયદે રીતે નાઈટ મિલન બજારના આંકડા લખીને આંક ફરકનો જુગાર રમી-રમાડે છે. આ બાતમીના પગલે મહિલા પોલીસ અને પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએથી 35 વર્ષીય કુલસુમ અલીમામદ રાયમા (રહે. ભુજ)ને આંકડા લખેલા અને હિસાબ કિતાબવાળી ડાયરી-પેન તથા રોકડા રૂા. 36,430 સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત આજે બપોરે ભુજના વાણિયાવાડમાં પેટ્રોલ પંપ પાસે સલમાન ચા પાસેની ગલીમાં શ્રીદેવી ઓપન બજારનો વરલી મટકાના આંકફેરનો આંકડાનો જુગાર રમી-રમાડતા મામદ જુસબ મોખા (રહે. ભુજ)ને રોકડા રૂા. 15,050 અને ડાયરી-પેન સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd