ભુજ, તા. 29 : ખોટી અને બનાવટી સહી કરી પાવર
ઓફ એટર્ની બનાવી નોટરી કરાવીને બેંકમાં સાચા તરીકે રજૂ કરી મકાનના અસલ દસ્તાવેજો મેળવી
લેવાના કેસમાં મહિલા આરોપી રેખાબેન કનૈયાલાલ મૂલચંદાનીએ કરેલી આગોતરા અને નિયમિત જામીન
મેળવવાની અરજી ગાંધીધામની સેશન્સ કોર્ટ અને જ્યુડિશિયલ કોર્ટે નામંજૂર કરી હતી. આ કેસમાં
મહિલા આરોપી દ્વારા ફરિયાદીની ખોટી સહી કરી ખોટી પાવર ઓફ એટર્ની બનાવી તેને બેંકમાં
સાચા તરીકે રજૂ કરી અસલ દસ્તાવેજો મેળવી છેતરપીંડી
કરી હતી. આરોપી રેખાબેને ગાંધીધામની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરતાં
અદાલતે નકારી હતી, જે પછી આ નિર્ણયને
હાઈકોર્ટમાં પડકારાયો હતો, જ્યાં ફરિયાદી પણ હાજર થતાં જામીન
અરજી પાછી ખેંચાઈ હતી, ત્યારબાદ ગાંધીધામની જ્યુડિશિયલ કોર્ટમાં
નિયમિત જામીન મેળવવા અરજી દાખલ કરાઈ હતી, જે પણ નામંજૂર થઈ હતી.
આ કેસમાં ફરિયાદી તરફે ધારાશાત્રી વિશાલ એલ. કાનાન સાથે વર્ષા વી. કાનાન, રાજેશ એન. કેશવાણી, વિમલેશ બી. મારુ તથા રોહિત પી. સીરોખા
હાજર રહ્યા હતા.