ભુજ, તા. 29 : શહેરની જથ્થાબંધ માર્કેટમાં
આવેલી દુકાનમાંથી ટુકડે-ટુકડે રૂા. 1,09,350ની કિંમતના મરી-મસાલાની ચોરી કરવાના મામલે ભુજ શહેર બી-ડિવિઝન
પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ફરિયાદી પીયૂષગિરિ મદનગિરિ ગોસાઈએ નોંધાવેલી
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની જથ્થાબંધ માર્કેટમાં આવેલી
ચાચાજી ચા ભંડાર નામની દુકાનમાં કામ કરતા ભાવેશ બડગા નામના આરોપીએ ગત તા. 15-7-25થી 15-1-26 દરમિયાન નજર ચૂકવીને અલગ-અલગ
સમયે કુલ રૂા. 1,09,350ની કિંમતના મરી-મસાલાની ચોરી
કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.