• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

કુંભારિયામાં કિશોરીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ, તા. 29 : રાપરનાં કુંભારિયા ગામની સીમમાં લીમડાના ઝાડમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ નીમુબેન જેસંગ કોળી (ઉ.વ. 17) નામની કિશોરીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. કુંભારિયા ગામમાં રહેનાર નીમુ નામની કિશોરીએ ગઇકાલે સવારે અંતિમ પગલું ભરી લીધું હતું. તેણે ઘરે હું દુકાને જાઉં છું કહીને નીકળી ગઇ હતી. બાદમાં ગામની સીમમાં લીમડાના ઝાડમાં દુપટ્ટો બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બનાવ પછવાડેનાં કારણો જાણવા સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd