• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

વવારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત

ભુજ, તા. 29 : મુંદરા તાલુકાના વવાર ગામની સસીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પ્રાગપર પોલીસે દરોડો પાડી દેશી શરાબ બનાવવાનો આથો, દેશી દારૂ તથા મોબાઈલ મળી કુલ રૂા. 1,46,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અલબત્ત, આરોપીઓ હાથમાં આવ્યા નહોતા. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ગોપાલભાઈ ધુઆને મળેલી પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વવાર ગામની ઉત્તરાદી સીમમાં આવેલા નદીના કાંઠે ચેકડેમ પાસે બાવળોની ઝાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ હતી, જ્યારે આરોપી વવારના શ્યામ ઉર્ફે શામરા ભીખા ગઢવી, ભરત અલ્લુ કોલી અને સામજી કેસુ કોલી (બંને રહે. છસરા) હાથમાં આવ્યા નહોતા. આ કાર્યવાહીમાં પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો આશરે 1700 લિટર કિં. રૂા. 42,500, 420 લિટર દેશી દારૂ કિં. રૂા. 84,000 તથા ચાર મોબાઈલ કિં. રૂા. 20,000 મળી કુલ રૂા. 1,46,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં પ્રાગપર પીઆઈ એસ. એન. ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પુનશી લાખુભાઈ શેડા, હેડ કોન્સ. દીપેશપુરી ગુસાઈ, અશોકકુમાર આશલ, કોન્સ. લાલજી આલ તથા વિષ્ણુ તારબુંદિયા સહિતનો સ્ટાફ જોડાયો હતો. 

Panchang

dd