ગાંધીધામ, તા. 19 : રાપરના ફતેહગઢમાં ઘરમાં ઘૂસી
છરી બતાવી માર મારી ભત્રીજાએ રૂા. 700ની લૂંટ કરતાં તેના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફતેહગઢમાં
રહી મજૂરીકામ કરનારા ફરિયાદી રાધાબેન તથા તેમના પતિ દેવરાજ મનજી સોલંકી ગત તા. 18/11ના કડિયાકામે ગયા હતા, બપોરે આ દંપતી પોતાનાં ઘરે જમવા આવ્યાં હતાં, ત્યારે કિરણ જંયતી સોલંકી
આવી મારો કાકા ક્યાં છે કહી છરી કાઢી તમારી પાસે જે પૈસા હોય તે આપી દો નહીંતર આટલીવાર
થાશે તેમ કહેતા દેવરાજભાઈ બહાર આવતાં આ શખ્સ કિરણે પોતાના કાકાને માર માર્યો હતો. ફરિયાદી
મહિલા ડરી જતાં તેમણે પોતાની પાસે રહેલા રૂા. 700 આ આરોપીને આપી દીધા હતા. હું
કોઈથી ડરતો નથી તમારાથી થાય તે કરી લેજો. બીજીવાર પૈસા નહીં આપો, તો જાનથી મારી નાખવાની ધમકી આપી આ શખ્સ નાસી
ગયો હતો. તેની સામે પોલીસે ગુનો નોંધ આગળની તપાસ હાથ ધરી છે.