ભુજ, તા. 19 : વર્ષ 2012માં નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલા
શરાબના ગુનાનો 13 વર્ષથી નાસતા-ફરતા આરોપી કમલસિંહ
મગસિંહ સોઢા (રહે. દેવીકોટ, રાજસ્થાન)ને
પશ્ચિમ કચ્છ એલસીબીએ રાજસ્થાનથી ઝડપી પાડયો છે. નાસતા-ફરતા આરોપીઓને ઝડપવાની એલસીબીને
ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સૂચના મળતાં આવા આરોપીઓની તપાસ દરમ્યાન માનવ સંદર્ભ તથા
ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી કે, 13 વર્ષથી નાસતો આરોપી કમલસિંહ હાલ બાડમેર જિલ્લાના ડુંગરી ચેકપોસ્ટ
પાસે રહે છે અને ત્યાં હાજર છે. આથી એલસીબીની ટીમે રાજસ્થાનથી આરોપી હસ્તગત કરી નખત્રાણા
પોલીસને સોંપ્યો હતો.